Tuesday, May 12, 2020

આ covid 19 લાવ્યો વેબીનારોનો ઘોડાપૂર...

આ covid 19 લાવ્યો વેબીનારોનો ઘોડાપૂર...







ઓ ભઇ...આ તો ઘોડાપુર છે. જો જો બચીને રહેજો કેરોનાથી તો બચી જશો જો બહાર નહીં નીકળો તો પણ આ વેબીનારોના ઘોડાપૂર થી કેમ બચશો...કહો કહો…
વિચાર્યું ભારે બાબત ને હળવી રમૂજ થી કેમ ના શરૂ કરાય. જો ભાઈ, જો બેન...આપણે તો રહ્યા ગુજરાતી, jokes તો ઠાઠણી સરખી ના બાંધી હોય તેવા ટાણે પણ આવી જાય. તો covid ના હાલ માં jokes કરું તો નવીન ના લગાડતા કે માઠું ના લગાડતા. જો પાછું, આપ તો મને subject લાઈન થી distract કરો છો જેમ આ ઘણા speakers આ વેબીનારો માં થાય છે. ઓહ સોરી, તમે attend કરેલા વેબીનાર માં સ્પીકર સબ્જેક્ટ line જ ભૂલી ગયા. એવું તો થાય આપણે બસ ફેસબુક, ઇન્સ્ટા માં બે પોસ્ટૂ ચિપકાવી દેવાની. અને અમુક upcoming exam માં આ vomit કરવા બધું કામ લાગી જાય..ચોખ્ખો નફો..નો નુકશાન...સરકારે તો ઘરમાં રહી lockdown પાળવાનું કહેલું. આપ તો વિચારને lockdown કરી વેબીનાર ભરતા જ જાવ છો ભરતા જ જાવ છો….શુ કહ્યું certificate આલે એ લોકો...અડધો ભરો કે આખો ….સાંભળો કે ના સાંભળો..પ્રશ્નો પૂછો કે ના પૂછો. તો તો મને એ group માં નાંખી જ દો.. હમણે જ નાંખો. અમે નાના હતા ને ત્યારે નિશાળ માં ભણતા ત્યારે અમારા ગામ માં insert અમારા સાહેબ એક જ કરતા અને બધા એમની વાત માનતા. એ કેહતા.. સ્ટુડન્ટૉ, certificate ગમે તેમ કરી કમાવાના..તો જ તમે આગળ વધ્યા કહેવાય.
પાછળ થી આત્મા ને એક આંચકો આપતો હાથ પીઠ પર પડ્યો..અને બોલ્યો..
"અમારા JK સાહેબને મેં હમણે જ, આજ ની તારીખે જ પ્રશ્ન પૂછ્યો.."

"તે વળી શું પૂછી લીધું?"

"How do you see these all webinars during covid 19?, સાહેબ કહે …" it has become like tiktok for academics."

"અલા, તમારા સાહેબ એ તો બાઉન્ડરીની બહાર બોલ ફેંકી દીધો હો. અને સરકાર આવા player ને વેલાહાર out કરી દેશે."

"No problem, અમારા સર ને out થવાનો ભય જરા પણ નહિ."

"આહા,બીજું શું નવા જૂની જરા કહે આ કોવિડ ના time એ.."

"અમારા બીજા સાહેબ કહે છે એ zombie બની ગયા છે હાલ તો. Zoom webinar માં રહીને...social distancing એમને social apps ના ઉછાળાથી રાખવું છે. પણ સરકાર ના એક મુલાઝીમ છે. જે દિવસે બે પગે ઉભા થશે સરકાર ના સપોર્ટ વગર ત્યારે છાપું હોય કે tv બધે સરકાર ને છતી કરી દેશે. અને હા આ વેબીનારોની જાળ માંથી છૂટતા રહ્યા આપણે.."

"તે તો lockdown માં પણ વિચારવા મજબૂર કર્યો અલા…"

" અચ્છા, સરકારે શરીર સાથે વિચાર પણ lockdown માં શિથિલ કરવા જાહેરાત કરી હશે..!!"

" તને જોઈને મને તો થોડું હજી સાચું બોલવાનું મન થાય છે."

"હા, તો બોલાય ને પાપ ના લાગે."

" બે દિવસ પેલા જ હજી એક webinar ભરતો હતો. ચોખી સમરી (summary) બોલી ગયા speaker. મને થયું શુ કરવા હું આખી બુક વાંચીને બેઠો એને સાંભળવા..time waste.."

"પેલા આ લોકો ચાર દિવાર વચ્ચે પચી-પચા સામે છતા થતા હવે થોડાં વધુ crowd વચ્ચે બસ.."

"આ પેલેથી ચોપડી વાંચી લેવામાં મારો time waste થયો.અલા..એનું શું..?આ ત્રીજો ક્યાં ખાબક્યો વચ્ચે..એ unmute થા. અને બોલ વેબીનાર ભારે છે કે નહીં.?ops.. અરે એમ કહે કેવેબીનાર ભરે છે કે નહીં?

" આ ગામડામાં નેટવર્ક connectivity બવ ઓસી..આ રાતે બે કલાક આવે અને ભગવાન ની દયા થી આ વેબીનારો રાતે ક્યાં થાય સે...નહીંતર એ ને online-shonline જોઈને સાહેબ અમારા કહેત..અલા રવજી..વેબીનાર ભર, લે મોકલી લિંક. આ તો કલાક થી તને અને તારા પીઠ પર થાબડયું એવા હાથ ને સાંભળું છું. તો એમ થાય સે કે હાઈશ..અહીં અમારે સરકારનું net કનેક્શનય ના પોસ્યુ અને વેબીનારોનો ઘોડાપુરેય ના આવ્યો.."

ત્યાં તો connection કટ……...કટ…...કટ

-Alpa Ponda

*વિચાર, વાતો અને નિરીક્ષણ જો ચાલતા રહે તો પેન ના અટકે. આ webinars પર જે થોડું લખાયું તે મારા teacher અને guide Dr. Vishal Pandya સાથેના સંવાદથી લખાયેલ છે.


* " It has become like tiktok for academics." This line is by Dr. J.A.H Khatri.


5 comments:

  1. Its so much nice ma'am... and its very true.. i feel that every lines is deeply influential...

    ReplyDelete
  2. Zhakaaaaas. Your observation has gone through the topic. Keep continue to write in such an easy flowing language.

    ReplyDelete
  3. Totally agree with you. Very interestingly you have shaped the whole webinar thing.

    ReplyDelete

Sir Sir Sarla drama review

'Sir Sir Sarla' drama review : A heart throbbing tale of student and teacher relationship Sir Sir Sarla : A beautiful piece of liter...